લખાણ પર જાઓ

રેશમ

વિકિપીડિયામાંથી
KartikMistry (ચર્ચા | યોગદાન) (Commons) દ્વારા ૨૦:૩૦, ૨૦ ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
રેશમના કીડાનો કોશેટો

રેશમના કીડામાંથી તૈયાર થતા એક પ્રકારના અત્યંત નરમ અને પાતળા રેશાઓને રેશમ કહેવામાં આવે છે. તેમાંથી કાપડ વણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રેશમના કાપડની શોધ ચીનમાં થઈ હતી અને તે સમયે વર્ષો સુધી ચીને રેશમનું કાપડ બનાવવાની પદ્ધતિ ગુપ્ત રાખી હતી જેથી કરી વિદેશમાં રેશમને વેચીને પોતે મબલખ નફો કમાઈ શકે.[સંદર્ભ આપો] પ્રાચીન સમયમાં ભારતમાં તૈયાર થયેલાં રેશમની વિશ્વમાં ખૂબ માંગ હતી. તેમંથી બનેલું કાપડ એક વીંટી માંથી પસાર થઈ શકે તેટલું સૂક્ષ્મ હોતું.[સંદર્ભ આપો] આ કાપડ રેશમના કીડાઓને મારીને તૈયાર થતું હોવાથી હિંસામાં ન માનનારા લોકો આનો વપરાશ કરતા નથી.