ઋષભ દેવ
ઊંચાઈ | ૧,૫૦૦ ±1 મીટર |
---|---|
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | |
દેહત્યાગ | |
બાળકો | ભરત, બાહુબલી |
માતા-પિતા |
|
કુળ | ઇક્ષ્વાકુ વંશ |
જૈન ધર્મ |
---|
ઋષભ દેવ જૈન ધર્મના ચોવીસ તિર્થંકરમાંના પ્રથમ તિર્થંકર છે. જેમને ઋષભનાથ, આદિનાથ કે આદિશ્વર નામથી પણ ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં ઋષભ નો અર્થ "ઉત્તમોત્તમ" કે "અતિ ઉત્તમ" એવો થાય છે. જૈન ધર્મ અનુસાર ઋષભ દેવ હાલનાં ચાલુ કાળ (અવસર્પિણી કાળ)નાં પ્રથમ તિર્થંકર હતા. આ કારણે તેમને આદિનાથ કહેવાય છે. તેઓએ પોતાના તમામ કર્મોનો ક્ષય કરી અને સિદ્ધ પદની પ્રાપ્તી કરી હતી.
જીવન
[ફેરફાર કરો]ઋષભ દેવનો જન્મ અયોધ્યાના સુર્યવંશી ઇક્ષ્વાકુ કુળના રાજા નાભિ રાય અને રાણી મરૂદેવીને ત્યાં થયેલો. જૈન માન્યતા અનુસાર ઋષભદેવનો જન્મ સંસ્કૃતિઓના વિકાસ પહેલા થયેલો. તેમણે લોકોને ખેતી, પશુપાલન, રસોઇ અને બીજું ઘણું શિખવ્યું અને સંસ્કૃતિની સ્થાપના કરી. તેમને ૧૦૧ પુત્રો હતા.
તેમના જ્યેષ્ઠ પુત્ર ભરત ચક્રવર્તિ સમ્રાટ બન્યા. જૈન માન્યતા અનુસાર તેમના માનમાં ભારત દેશનું નામ ભારત કે ભારત વર્ષ પડ્યું. ઋષભ દેવ તેમના જીવનનાં ઉત્તરાર્ધમાં સાધુ બનીને મોક્ષને પ્રાપ્ત થયા.
ઋષભ દેવનાં દ્વિતિય પુત્ર બાહુબલી હતા, જેમની વિશાળ પ્રતિમા શ્રવણબેલગોડા, કર્ણાટકમાં અને કેરળમાં પણ જોવા મળે છે. ઋષભ દેવની માતા મરૂદેવી પ્રથમ વ્યક્તિ હતા જેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો, એટલે કે ઋષભદેવની પણ પહેલાં. ઋષભ દેવના પૌત્ર મરીચિના આત્માનો પછીથી મહાવીર સ્વામી રૂપે જન્મ થયો. જેમને પાલીતાણામાં "કેવલજ્ઞાન"ની પ્રાપ્તી થઇ અને હિમાલયનાં અષ્ટપદ શિખર પર જેઓને મોક્ષ પ્રાપ્ત થયો.