લખાણ પર જાઓ

ડૂબનીયમ

વિકિપીડિયામાંથી

ડૂબનીયમ,[] એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Db અને અણુ ક્રમાંક ૧૦૫ છે. આનું નમ રશિયાના ડૂન્બા શહેર પરથી પાડવામાં આવ્યું હતું. આ એક કૃત્રીમ અને કિરણોત્સારી તત્વ છે. આનો સૌથી સ્થિર સમસ્થાનિક ડૂબનીયમ-૨૬૮ છે જેનો અર્ધ આયુષ્ય કાળ લગભગ ૨૮ કલાક છે.[]

આવર્તન કોઠામાં આ તત્વ ડી-સમૂહનું તત્વ છે. આ સાતમા આવર્તનનું જૂથ-૫ નું તત્વ છે. રાસાયણિક પ્રયોગો દર્શાવે છે કે આ તત્વ એ જૂથ - ૫ના ટેન્ટલમ નામના તત્વનો ભારે હોમોલોગ તરીકે વર્તે છે. રુથરફોર્ડીયમનઅ માત્ર અમુક ગુણધર્મોનીજ જાણ છે. તેના ગુણધર્મો જૂથ -૫ના અન્ય તત્વોને મળતા આવે છે.

૧૯૬૦માં રશિયા અને કેલિફોર્નિયા યુ.એસ.એ. ની અમુક પ્રયોગશાળામાં ડૂબનીયમ અમુક અણુઓ બનાવવામાં આવ્યાં હતાં. આ શોધ પહેલા કોણે કરી અને તેનું નામ શું અપાય તે વિષે વિવાદ હતો. છેવટે ૧૯૯૭ શુદ્ધ અને ઉપયોગિ રસાયણશાસ્ત્રની આંતરાષ્ટ્રીય સંસ્થાએ આ તત્વને ડૂબનીયમને માન્યતા આપી.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Merriam-Webster's Collegiate Dictionary-Eleventh Edition, Merriam-Webster, Inc, 2003
  2. Physical experiments determined a half-life of ~16 h whilst chemical experiments provided a value of ~32 h. The half-life is often taken as ~28 h due to the higher number of atoms detected by chemical means