તમારા બાળકના ડિવાઇસ પર હંમેશાં અનુમતિ આપવા માટે ઍપ અને લોકોને પસંદ કરો
હંમેશાં અનુમતિ પ્રાપ્ત તમને એવી ઍપ અને સંપર્ક પસંદ કરવાની સુવિધા આપે છે જે તેમણે દિવસ માટેની તેમની ટાઇમ અલાઉંસ પૂરી કરી લીધી હોય તો અન્ય ઍપ પૉઝ કરેલી હોય ત્યારે પણ તમારા બાળક માટે હંમેશાં ઉપલબ્ધ રહે છે. ડિફૉલ્ટ રૂપે, FaceTime, નકશા, ફોન અને મેસેજ જેવી આવશ્યક ઍપ હંમેશાં ઉપલબ્ધ હોય છે, જેથી તમારું બાળક તમારો સંપર્ક કરી શકે.
તમારા બાળકના સેટિંગ્સ ખોલવા માટે :
iPhone પર અથવા iPad પર : સેટિંગ્સ ઍપ પર જઈને પરિવાર પર ટૅપ કરો પછી તમારા બાળકના નામ પર ટૅપ કરો.
Mac પર : સિસ્ટમ સેટિંગ્સ પર જઈને પરિવાર પર ક્લિક કરો પછી તમારા બાળકના નામ પર ક્લિક કરો.
હંમેશાં અનુમતિ પ્રાપ્ત પર ટૅપ કરો અથવા ક્લિક કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :
ઍપ અથવા સંપર્કને હંમેશાં અનુમતિ આપો : ઍપ ઉમેરો, લોકો ઉમેરો અથવા વિશિષ્ટ સંપર્ક પર ટૅપ કરો અથવા ક્લિક કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.
ઍપ અથવા સંપર્ક કાઢી નાખો : ઍપ અથવા સંપર્કની બાજુમાં સંપાદિત કરો અથવા કાઢી નાખો બટન પર ટૅપ કરો અથવા ક્લિક કરો.
હવે શું કરવાનું છે?
તમે તમારા બાળકના ડિવાઇસના ઉપયોગ માટે વ્યક્તિગત શેડ્યૂલ અને ટાઇમ અલાઉંસ બનાવી શકો છો અને તમારા પરિવાર માટે જરૂરિયાત મુજબ ઝડપથી ઍડજસ્ટ કરી શકો છો. જુઓ : તમારા બાળકના ડિવાઇસ પર સ્ક્રીન ટાઇમ શેડ્યૂલ અને ટાઇમ અલાઉંસ સેટ અપ કરો અને તમારા બાળકના સ્ક્રીન ટાઇમ સેટિંગ્સને ઝડપથી ઍડજસ્ટ કરો.