તમારા બાળકના ડિવાઇસ પર ફીચરના ઍક્સેસ અને ફેરફારને બ્લૉક કરો અથવા અનુમતિ આપો
તમારા બાળકના ડિવાઇસમાં કૅમેરા અને AirDrop જેવા બિલ્ટ-ઇન ઍપ્સ અને ફીચર હોય છે જેની તેમને તરત જરૂર ન પણ હોય. તમે પસંદ કરી શકો છો કે તમારું બાળક કયાનો ઉપયોગ કરી શકે છે અને તેઓ લોકેશન સેવા અથવા Face ID અને પાસકોડ જેવા સેટિંગ્સ પોતાની જાતે બદલી શકે છે કે નહિ. જેમ તમારું બાળક મોટું થાય તમે કોઈપણ સમયે આ પસંદગીઓને ફરીથી જોઈ શકો છો.
બિલ્ટ-ઇન ઍપ અથવા ફીચર માટે ઍક્સેસ બ્લૉક કરવા અથવા અનુમતિ આપવા માટે
તમે તમારા બાળકના ડિવાઇસ પર કૅમેરા, AirDrop અને CarPlay જેવા બિલ્ટ-ઇન ઍપ અને ફીચર બંધ કરી શકો છો.
નોટ : જ્યારે તમે કોઈ ઍપને બ્લૉક કરો છો ત્યારે તેને ડિલીટ કરવામાં આવતી નથી; તમે તેને ફરી ચાલુ ન કરો ત્યાં સુધી તે હોમ સ્ક્રીનથી છુપાયેલી રહે છે.
તમારા બાળકના સેટિંગ્સ ખોલવા માટે :
iPhone અથવા iPad પર : સેટિંગ્સ ઍપ પર જઈને પરિવાર પર ટૅપ કરો પછી તમારા બાળકના નામ પર ટૅપ કરો.
Mac પર : સિસ્ટમ સેટિંગ્સ પર જઈને પરિવાર પર ક્લિક કરો પછી તમારા બાળકના નામ પર ક્લિક કરો.
કૉન્ટેંટ અને પ્રાઇવસી પ્રતિબંધો પર ટૅપ કરીને અથવા ક્લિક કરીને અન્ય ફીચર પર ટૅપ કરો અથવા ક્લિક કરો પછી AirDrop, કૅમેરા અને વધુ જેવા બતાવેલા સેટિંગ્સમાંથી કોઈ પણ સેટિંગ્સને અનુમતિ આપો અથવા બ્લૉક કરો.
સેટિંગ્સમાં ફેરફારોને બ્લૉક કરવા અથવા અનુમતિ આપવા માટે
તમે તમારા બાળકની તેમના ડિવાઇસ પર Face ID અને પાસકોડ, લોકેશન સેવાઓ, મારું લોકેશન શેર કરો અને વધુ જેવા સેટિંગ્સમાં ફેરફાર કરવાની ક્ષમતાને બ્લૉક કરી શકો છો.
તમારા બાળકના સેટિંગ્સ ખોલવા માટે :
iPhone અથવા iPad પર : સેટિંગ્સ ઍપ પર જઈને પરિવાર પર ટૅપ કરો પછી તમારા બાળકના નામ પર ટૅપ કરો.
Mac પર : સિસ્ટમ સેટિંગ્સ પર જઈને પરિવાર પર ક્લિક કરો પછી તમારા બાળકના નામ પર ક્લિક કરો.
કૉન્ટેંટ અને પ્રાઇવસી પ્રતિબંધો પર ટૅપ કરો અથવા ક્લિક કરો, સેટિંગ્સમાં ફેરફારોને અનુમતિ આપો પર ટૅપ કરો અથવા ક્લિક કરો પછી અકાઉંટ, સંપર્ક, ફોટો અથવા કૅલેંડર જેવા બતાવેલા સેટિંગ્સમાંથી કોઈ પણને અનુમતિ આપો અથવા બ્લૉક કરો.
હવે શું કરવાનું છે?
તમે તમારું બાળક કયા Siri વર્ઝન અને ફીચરનો ઉપયોગ કરી શકે છે એ પણ નિયંત્રિત કરી શકો છો. જુઓ : Siri અને Apple Intelligence ફીચરનો ઍક્સેસ બ્લૉક કરો અથવા અનુમતિ આપો.