લખાણ પર જાઓ

ઓગસ્ટ ૧૮

વિકિપીડિયામાંથી

૧૮ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૬૮ – ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી પિયરે જુલ્સ સિઝર જાન્સેને (Pierre Jules César Janssen) હિલીયમ વાયુની શોધ કરી.
  • ૧૮૭૭ – અસફ હોલે (Asaph Hall) મંગળનો ચંદ્ર ફોબોસ શોધ્યો.
  • ૧૯૦૩ – જર્મન એન્જિનિયર કાર્લ જેથોએ રાઈટ બંધુઓની પ્રથમ ઉડાનના ચાર મહિના પહેલા કથિત રીતે પોતાનું સ્વનિર્મિત મોટરગ્લાઇડિંગ વિમાન ઉડાડ્યું.
  • ૧૯૪૨ – અડાસનો ગોળીબાર, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ઈન્ડિયાના કૈરા જિલ્લાના (વર્તમાન ગુજરાત, ભારતમાં આણંદ જિલ્લામાં) અડાસ ગામમાં અડાસ રેલ્વે સ્ટેશન પર ભારત છોડો ચળવળ દરમિયાન છ લોકો મૃત્યુ પામ્યા અને મોટી સંખ્યામાં ઘાયલ થયા.
  • ૧૯૪૫ – સુકર્ણોએ ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યું.
  • ૧૯૫૮ – વ્લાદિમીર નાબોકોવની વિવાદાસ્પદ નવલકથા લોલિતા અમેરિકામાં પ્રકાશિત થઈ.
  • ૧૯૫૮ – બાંગ્લાદેશના તરવિયા બ્રોજેન દાસ ઇંગ્લીશ ચેનલ પાર કરનારા પ્રથમ એશિયન બન્યા.
  • ૧૯૬૩ – નાગરિક અધિકાર આંદોલન: જેમ્સ મેરેડિથ મિસિસિપી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા પ્રથમ આફ્રિકન અમેરિકન બન્યા.
  • ૨૦૦૫ – ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર વીજસંકટ ઘેરાયું, લગભગ ૧૦૦ મિલિયન લોકોને અસરકર્તા આ પાવરકટ ઇતિહાસનું સૌથી મોટું અને સૌથી વ્યાપક વીજસંકટ માંનું એક છે.
  • ૨૦૦૮ – વિરોધપક્ષોનાં દબાણને કારણે, પાકિસ્તાનનાં પ્રમુખ પરવેઝ મુશર્રફે રાજીનામું આપ્યું.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]