લખાણ પર જાઓ

મે ૨૫

વિકિપીડિયામાંથી

૨૫ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૯૧૫ – ગાંધીજીના બેરિસ્ટર અને મિત્ર જીવનલાલ દેસાઈના કોચરબ બંગલામાં ગાંધી આશ્રમની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૫૫ – બ્રિટિશ આરોહકો દ્વારા વિશ્વના ત્રીજા ઉંચા પર્વત કાંચનજંઘાનું પ્રથમ આરોહણ કરાયું.
  • ૧૯૬૧ – એપોલો કાર્યક્રમ: અમેરિકાનાં પ્રમુખ 'જોહન એફ.કેનેડી'એ,કોંગ્રેસનાં ખાસ સંયુક્ત સત્ર સમક્ષ, જાહેરાત કરી કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ,આ દશકનાં અંત સુધીમાં, માનવને ચંદ્ર પર પહોંચાડવાનો છે.
  • ૧૯૭૭ – સ્ટાર વૉર્સ ચલચિત્ર પ્રદર્શિત થયું.
  • ૧૯૭૭ – ચીનની સરકારે વિલિયમ શેક્સપિયરના સાહિત્યિક કાર્ય પરનો એક દાયકા જૂનો પ્રતિબંધ દૂર કર્યો અને ૧૯૬૬માં શરૂ થયેલી સાંસ્કૃતિક ક્રાંતિનો અસરકારક રીતે અંત આણ્યો.
  • ૨૦૦૧ – કોલોરાડોનાં ૩૨ વર્ષના 'એરિક વૈહેનમાયર' (Erik Weihenmayer), એવરેસ્ટનાં શિખરે પહોંચનાર પ્રથમ અંધ વ્યક્તિ બન્યા.
  • ૨૦૦૯ – ઉત્તર કોરિયા (North Korea)એ દ્વિતિય પરમાણુ પ્રક્ષેપાત્ર પરિક્ષણ કર્યું, જે સંયુક્ત રાષ્ટ્રનાં પરમાણુ પરિક્ષણ પર રોકથામનાં ભંગ સમાન હોવાથી તનાવ ઉત્પન્ન થયો.
  • ૨૦૧૧ – ઓપ્રાહ વિન્ફ્રે એ તેનો છેલ્લો શો પ્રસારિત કર્યો. ‘ધ ઓપ્રાહ વિન્ફ્રે શો’ની ૨૫ વર્ષની સફરનો અંત આવ્યો.
  • ૨૦૦૫ – સુનિલ દત્ત, ભારતીય ફિલ્મ અભિનેતા અને રાજકારણી (જ. ૧૯૨૯)
  • ૨૦૦૫ – ઈસ્માઇલ મર્ચન્ટ, ભારતીય દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક. (જ. ૧૯૩૬)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]