iPad માટે WhatsApp, WhatsApp પર તમને ગમતી બધી સુવિધાઓને મોટી સ્ક્રીન પર લાવે છે, જેથી મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં રહેવું અને સહયોગ કરવો વધુ સરળ બને છે.
બધાં ડિવાઇસ પર ખાનગી:
iPad ઍપ તમારા કોઈ પણ ડિવાઇસથી WhatsAppમાં પ્રવેશ કરવાની વિશ્વસનીય અને સુરક્ષિત રીત પૂરી પાડે છે. હંમેશની જેમ, તમારા પર્સનલ મેસેજ અને કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે, જેનો અર્થ એ થાય કે ચેટની બહાર કોઈ પણ વ્યક્તિ તેમને વાંચી, સાંભળી કે શેર કરી શકશે નહીં, WhatsApp પણ નહીં.
કનેક્ટ થવું અને સહયોગ કરવો:
- તમારા સંપર્કો અને બિઝનેસ સાથે ચેટ કરતા રહો
- કૉલની લિંકથી અન્ય લોકોને આમંત્રિત કરવા સહિત, 32 જેટલા લોકોને વોઇસ કૉલ કરો
- કૉલ કરતી વખતે તમારી સ્ક્રીન શેર કરો
- ડોક્યુમેન્ટ, ફોટા અને વીડિયો મોકલો અને મેળવો
- ચોક્કસ ચેટ લૉક કરો જેથી તમારા iPadનો ઉપયોગ કરનાર કોઈ પણ વ્યક્તિ તેને જોઈ ન શકે
- તમારી ચેટમાં જ ડાયરેક્ટ ઇવેન્ટ અને મતદાન બનાવો
ખાસ કરીને iPad માટે બનાવેલ
- એકસાથે એકથી વધુ ઍપ જોવા માટે સ્ટેજ મેનેજર, સ્પ્લિટ વ્યૂ અને સ્લાઇડ ઓવર જેવી iPad iOS સુવિધાઓનો લાભ લો
- બાહ્યા કીબોર્ડ અને Apple પેન્સિલ વાપરો